New Update
/connect-gujarat/media/media_files/2025/02/05/Y0JiucubcpO47zq1m7ba.jpg)
અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે ખાણ ખનીજ વિભાહ દ્વારા દરોડા પાડી ગેરકાયદેસર માટી ચોરીનું કૌભાંડ ઝડપી રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ભરૂચ ખાણ અને ખનીજ વિભાગની કચેરી ક્ષેત્રિય તપાસ ટીમના અધિકારીઓ દ્વારા તારીખ ૫મી ફેબુઆરીના અંક્લેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમ્યાન ખરોડ ગામની સીમમાં હિટાચી મશીન મશીન દ્વારા સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું તેમજ ટ્રક નંબર GJ-16-AV-5293માં સાદી માટી ખનીજ ભરીને બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવતું હોવાથી તમામ મળી 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાનોલી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો.
વધુમાં તપાસ ટીમનાં સર્વેયર દ્વારા જગ્યા પર થયેલ ખોદકામ વાળા ખાડાની માપણી GPS મશીનથી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહીથી ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.