અંકલેશ્વર: DGVCLની નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ !

અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી રૂપિયા 6 કરોડ 69 લાખના ખર્ચે 2855 ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • DGVCLની પેટા વિભાગીય કચેરીનું કરાયુ નિર્માણ

  • રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે કરાયુ લોકાર્પણ

  • ધારાસભ્યો અને આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

  • DGVClને નંબર-1રેટિંગ મળ્યું: કનુ દેસાઈ

અંકલેશ્વરમાં નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીનું રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિકઅંકલેશ્વર પૂર્વઅંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી તથા પાલેજ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ONGC વર્કશોપ નજીક આવેલDGVCLના કમ્પાઉન્ડમાં યોજાયેલ લોકાર્પણ સમારોહમાં રાજ્યના નાણા અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમના હસ્તે પેટા વિભાગીય કચેરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીજંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીઅંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતદક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમ.ડી. યોગેશ ચૌધરી સહિત વીજ કંપનીના અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ભાડાના મકાનમાં કાર્યરત એવી અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરીઅંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરીઅંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરીઅંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી રૂપિયા6કરોડ69લાખના ખર્ચે2855ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેનાથી અંકલેશ્વરGIDC વિસ્તારઝગડીયાGIDC વિસ્તાર,  પાનોલીGIDC વિસ્તાર તથા અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને અદ્યતન સુખ સુવિધા વાળી ઓફિસ મળશે અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે.

આ પ્રસંગે નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે દેશની42જેટલી વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો હતો.જેમાંથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ મળ્યું છે એટલે કે ડીજીવીસીએલ નંબર વન કહી શકાય.દક્ષિણ ગુજરાત વીજ કંપની ગુજરાતના સૌથી મોટા બે ઔદ્યોગિક હબ વાપી અને અંકલેશ્વરને કવર કરે છે,ત્યારે અંકલેશ્વરની આ પેટા વિભાગીય કચેરી વીજ પુરવઠાના સુચારુ આયોજન માટે અતિ મહત્વની સાબિત થશે.

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.