New Update
/connect-gujarat/media/media_files/2025/07/07/tajiya-commitee-2025-07-07-19-26-15.jpg)
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/07/07/tajiya-commitee-ankleshwar-2025-07-07-19-26-46.jpg)
આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.