અંકલેશ્વર: ઠંડા પવનો ફૂંકાતા તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો, લોકોએ કર્યો ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ

ઉત્તર દિશામાંથી ફૂકાતા ઠંડા પવનોના કારણે અંકલેશ્વર અને ભરૂચના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.આજરોજ અંકલેશ્વરનું તાપમાન 14 ડિગ્રી નોંધાતા લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો

New Update
  • અંકલેશ્વરમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત

  • ઉત્તર દિશામાંથી ફૂંકાયા પવન

  • પવન ફૂંકાતા કાતિલ ઠંડીનો અનુભવ

  • તાપમાનનો પારો 14 ડીગ્રીએ પહોંચ્યો

  • લોકો કસરત અને મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા

ઉત્તર દિશામાંથી ફૂકાતા ઠંડા પવનોના કારણે અંકલેશ્વર અને ભરૂચના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.આજરોજ અંકલેશ્વરનું તાપમાન 14 ડિગ્રી નોંધાતા લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો

રાજ્યમાં ફૂલ  ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. ઉત્તર દિશામાંથી આવતા ઠંડા પવનોને કારણે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ  પણ વધવા માંડ્યું છે. અંકલેશ્વર અને ભરૂચના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે આજરોજ અંકલેશ્વરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયુ હતું.જેના કારણે સવારના સમયે લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે લોકો કસરત કરતા અને ક્રિકેટ સહિતની રમતો રમતા પણ જોવા મળ્યા હતા. તો વહેલી સવારના સમયે લોકો મોર્નિંગ માટે પણ નીકળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ હવે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીના કારણે ઘણા લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું તો ઘણા લોકોએ શરીર સૌષ્ઠવ જાળવવા પ્રયત્ન કર્યા હતા.હવામાન વિભાગની આગાહી મુજબ, હિન્દ મહાસાગરમાં બનેલા લો-પ્રેશરના કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનોએ દિશા બદલતાં આ સ્થિતિ સર્જાઇ છે.

Latest Stories