New Update
ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતી સાવરણી
સાવરણીનો પરંપરાગત વ્યવસાય
અનેક પરિવારો નભે છે આ વ્યવસાય પર
વ્યવસાય મૃતપાય અવસ્થામાં પહોંચ્યો વ્યવસાય
સરકાર મદદ કરે એવી માંગ
ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતી સાવરણીના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારો હાલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ વ્યવસાયને બચાવવા માટે સરકાર આગળ આવે તેવી માંગ કરવામાં આવી રહી છે
સાવરણી ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી કારણકે સાવરણીથી ઘરની સાફ-સફાઈ થાય છે પરંતુ હાલ સાવરણી બનાવવાનો વ્યવસાય મૃતપાય અવસ્થામાં પહોંચ્યો છે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર આવેલ મુલડ ચોકડી પાસે પડાવ નાખી કેટલાક પરિવારો સાવરણી બનાવવાનો વ્યવસાય કરે છે.મૂળ મહીસાગર જિલ્લાના વાડી સમાજ દ્વારા આ વ્યવસાય કરવામાં આવે છે અહીં તેઓ દ્વારા સાવરણી બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને બજારમાં વેચવામાં આવે છે. એક સાવરણી બનાવતા અડધોથી પોણો કલાક જેટલો સમય લાગે છે. જોકે આજના આધુનિક યુગમાં સાવરણી વિસરાઈ રહી છે. સાવરણીનું સ્થાન વેક્યુમ ક્લીનરે લીધું છે જેના કારણે સાવરણીનું વેચાણ થતું નથી અનેક પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. પહેલાના જમાના કરતા હવે માત્ર રોજની 50 થી 60 જેટલી સાવરણીનું જ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે આ પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ અંગે સાવણી બનાવનાર પરબતભાઈએ જણાવ્યું હતું કે એક સાવરણી પાછળ તેઓને ચારથી પાંચ રૂપિયા મળે છે જેના કારણે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે.સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તો તેઓ તેમના આ વ્યવસાય સાથે અન્ય વ્યવસાય પણ કરી શકે છે અને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે છે