અંકલેશ્વર: જવાહરબાગ નજીક આવેલ સરકારી હોસ્પિટલની દીવાલ નમી પડી !

ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.

New Update

ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને વાણિજ્યલક્ષ્મી કોમ્પ્લેક્ષ સહિતના બિલ્ડીંગનું કામ અંદાજિત 2.99 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું.તે સમયે કોન્ટ્રાકટર દ્વારા નગર પાલિકાના દવાખાના અને જવાહર બાગ વચ્ચેની દીવાલ પણ બનાવી હતી જે દીવાલ આજરોજ ખાબકેલા ભારે વરસાદમાં નમી પડી હતી જે કામગીરીમાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.ત્યારે પાલિકાના મુખ્ય અધિકારીએ ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડી છે જે કોન્ટ્રાકટરના ક્રાઇટ એરિયામાં હૉય કોન્ટ્રાકટરને પત્ર લખી જાણ કરવા સાથે ડિપોજીટ જમા હોવાથી વરસાદ થંભી જશે જે બાદ કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
Latest Stories