New Update
અંકલેશ્વરમાં બન્યો બનાવ
ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં તોડફોડ
ચોરીના આરોપીએ તોડફોડ કરી
પોલીસ આરોપીની કરી રહી હતી પૂછપરછ
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચ એલસીબીએ ઘરફોડ ચોરીના ગુનામાં પકડેલ આરોપીઓ પૈકીએ એક ઇસમે અંકલેશ્વર LCB ઓફિસમાં તોડફોડ કરતા પોલીસે વધુ એક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના શ્રી બંગલોઝના બંધ મકાનમાંથી રૂ.90 હજારના ઘરેણાની થયેલ થયેલ ચોરીના મામલામાં ભડકોદ્રા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો જશમીનદરસિંગ સોનુસિંગ સિંગ અને જશપાલસિંગ સિંગ સંડોવાયેલ છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ બંને ઇસમોને ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તારમાં આવેલ એલસીબી ઓફિસે લાવી પૂછપરછ કરતા જપશાલસિંગ અચાનક ઉશ્કેરાઈ જઇ તેના ભાઈને ગુનો કબૂલાત કરવાની ના પાડી ઓફિસમાં લાગેવલ કાચમાં મુક્કા મારી પોતાને ઇજાઓ પહોંચાડી હતી અને પોલીસ કર્મચારીને ધક્કો મારી કામગીરીમાં અડચણ ઉભી કરતા તેના વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
Latest Stories