New Update
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે મર્હૂમ અહેમદ પટેલની ૭૫મી જન્મ જયંતિ નિમિત્તે ત્રિદિવસીય મેડિકલ કેમ્પનો પ્રારંભ કરાયો છે
રાજ્યસભાના પૂર્વ સાંસદ મર્હૂમ અહેમદ પટેલની આજે 75માં જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા જેના ભાગરૂપે એચ.એમ.પી ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરના ચીકુવાડી વિસ્તારમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે ત્રિદિવસીય મેડિકલ કેમ્પનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં કાર્ડિયોલોજી, યુરોસર્જરી, નેફ્રોલોજી, જનરલ મેડિસિન, સ્પાઇન સર્જરી, ગાયનેકોલોજી, ન્યુરોસર્જરી, ન્યુરોલોજી,ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ, ત્વચારોગ વિજ્ઞાન, બાળરોગ, મનોચિકિત્સા,જનરલ સર્જરી, નેત્રવિજ્ઞાન,ફિઝિયોથેરાપી, ડેન્ટીસ્ટ્રી તેમજ વિના મૂલ્યે ઓપીડી સેવા આપવામાં આવી હતી.ઉપરાંત હોસ્પિટલ દ્વારા પ્રથમ ૭૫ સર્જરીઓ માટે સર્જન અને હોસ્પિટલનો ચાર્જ માફ કરવામાં આવ્યો હતો.જ્યારે ૭૫ મોતિયાની સર્જરી એચ.એમ.પી ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી હતી તો રેડિયોલોજી અને પેથોલોજી સેવાઓ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.
ભરૂચની કલરવ સ્કૂલ ખાતે કેક કટિંગ કરી ઉજવણી કરાય
આ તરફ ભરૂચની કલરવ સ્કૂલ ખાતે મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં મર્હૂમ અહેમદ પટેલના 75માં જન્મ દિન નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી.મુમતાઝ પટેલે મનો દિવ્યાંગ બાળકો સાથે આનંદ પ્રમોદ કર્યો હતો અને તેઓને રાખડી પણ બાંધી હતી.આ કાર્યક્રમમાં કલરવ શાળાના નીલાબહેન મોદી અને શિક્ષકો તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત હતા
Latest Stories