અંકલેશ્વર: 12 ગામોમાં ભરાતા હાટ બજાર પુન:શરૂ કરાવવાની વેપારીઓની માંગ, મામલતદારે હાટ બજાર પર ફરમાવ્યો છે મનાઈ હુકમ

અંકલેશ્વરમાં વિવિધ હાટ બજારમાં ધંધો કરતા વેપારી દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયુ હતું અને હાટ બજાર ચાલુ રાખવાની માંગ કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વરમાં હાટ બજારનો વિવાદ

  • મામલતદારે 12 ગામોમાં ભરાતા હાટ બજાર કરાવ્યા છે બંધ

  • વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારીને કરવામાં આવી રજુઆત

  • હાટ બજાર પુન: ચાલુ કરાવવાની માંગ

  • આજીવિકા છીનવાઈ હોવાની રજુઆત

Advertisment
અંકલેશ્વરમાં વિવિધ હાટ બજારમાં ધંધો કરતા વેપારી દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયુ હતું અને હાટ બજાર ચાલુ રાખવાની માંગ કરવામાં આવી હતી.
અંકલેશ્વર મામલતદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી , તેમજ મંજૂરી વગર ધમધમતા હાટ બજાર બંધ કરવા પોલીસ અને જે તે 12 ગામના તલાટી કમ મંત્રીને હુકમ કર્યો હતો.આ 12 ગામમાં ભરાતા શનિવારી, રવિવારી, બુધવારી. સોમવારી. ગુરુવારી, મંગળવારી બજારમાં દુકાનો ખોલતા નાના છૂટક વેપારીઓ તેમજ શનિવારી બજારના આયોજક દ્વારા અંકલેશ્વર મામલતદાર અને એસ.ડી.એમને બજારો પુનઃ શરુ કરવાની માંગ સાથે  આવેદનપત્ર પાઠવ્યું હતું.નાયબ મામલતદાર ભરત પટેલને આવેદનપત્ર પાઠવી તેમના દ્વારા નાના ધંધા રોજગાર મેળવતા વેપારીના પરિવારની આજીવિકા છીનવાઈ રહી છે. તેમના પરિવારને હાટ બજાર બંધ થશે તો ભૂખે મરવાનો વારો આવશે એ સહિતની રજુઆત કરવામાં આવી હતી.
Latest Stories