અંકલેશ્વર: 41 ડીગ્રી ગરમીમાં નેશનલ હાઇવે પર 4 કી.મી.સુધી ટ્રાફિકજામ ,વાહનચાલકો પરેશાન

ટ્રાફિક સિટી તરીકે બદનામ ભરૂચમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.

New Update
  • અંકલેશ્વર નજીક ફરીવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ

  • નેશનલ હાઇવે 48 પર લાંબો ટ્રાફિકજામ

  • 4 કી.મી.સુધી વાહનોની કતાર

  • કાળઝાળ ગરમીમાં વાહનચાલકો પરેશાન

  • સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં

ટ્રાફિક સિટી તરીકે બદનામ ભરૂચમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાહનોની ત્રણથી ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા
ટ્રાફિક સિટી તરીકે બદનામ ભરૂચમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે સુરત તરફ જતી લેનમાં ત્રણથી ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે. ઉનાળાની ગરમીમાં વાહન ચાલકોએ કલાકોના કલાકો વાહનમાં શેકાવાનો વારો આવી રહ્યો છે.વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો ઓવરબ્રિજ સાંકડો હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાય રહી છે જેના કારણે દિનપ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે. નેશનલ હાઇવે પર આવેલા ઓવરબ્રિજને પહોળા કરવામાં આવે તો જ આ સમસ્યાની નિરાકરણ આવી શકે તેમ છે. વાહન ચાલકો ટ્રાફિકજામની સમસ્યાના ઝડપી નિરાકરણની માંગ કરી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.