અંકલેશ્વર: નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ચક્કાજામ, 12 કી.મી.સુધી વાહનોની કતાર

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રીજ ઉપર બંને તરફ સમારકામની NHAI દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે

New Update
Advertisment
  • અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામ

  • સતત બીજા દિવસે ટ્રાફિકજામના દ્રશ્યો

  • માર્ગના સમારકામની કામગીરીના પગલે ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાયા

  • આવતીકાલથી સ્થિત સામાન્ય થાય એવી શક્યતા

Advertisment
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મુલદ ચોકડીથી અંકલેશ્વરની વાલિયા ચોકડી સુધી ભારે સતત બીજા દિવસે ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. છેલ્લા બે દિવસથી અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રીજ ઉપર બંને તરફ સમારકામની NHAI દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ગતરોજ અંકલેશ્વર નજીક હાઇવે પર ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કરતાં લાગી છે.જયારે સતત બીજા દિવસે એટલે કે આજે મંગળવારે મુલદ ચોકડીથી અંકલેશ્વરની વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો જેને પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા.૧૦થી ૧૨ કિલો મીટર સુધી ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.બે દિવસથી વાહન ચાલકો અટવાઈ રહ્યા છે.
જેને કારણે સમય સાથે ઇંધણનો પણ બગાડ થઇ રહ્યો છે.અંકલેશ્વર હાઇવે ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા જ ટ્રાફિક નિયમન કરવા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત સુધી સમારકામની કામગીરી નહિ પૂર્ણ થતા આ સ્થિતિનું નિર્માણ થયું છે.
Latest Stories