અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માત અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ

  • ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ

  • 3 કી.મી.સુધી ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો અટવાયા

  • આમલાખાડીનો બ્રિજ જર્જરીત બનતા ટ્રાફિકજામ

Advertisment
ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માત અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ,પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સાંજ-સવાર ટ્રાફિકજામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે.ત્યારે ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.તેવામાં આજરોજ ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર ૨થી ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી.ટ્રાફિકજામના પગલે વાહન ચાલકો અટવાયા હતા.
Read the Next Article

ભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન, VHPએ સ્થાપનાના 6 દાયકા પૂર્ણ કર્યા

ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન

  • સ્થાપના દિવસની ઉજવણી કરાય

  • ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન

  • આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા
વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે ભરૂચ શહેરમાં શંભુ ડેરી નજીક આવેલ રેવા સેવા સમન્વય  સમિતિ સંઘ કાર્યાલય  ખાતે ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન પ્રસંગે 
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ,મુક્તેશ્વર સ્વામી, વાલ્મિકી સમાજ ઘોઘારાવ મંદિરના ગાદીપતિ જય મહારાજ, રમેશ રાવલ,વીએચપીના ધર્મેશ પટેલ, જિલ્લા મંત્રી રાહુલ પટેલ, શહેર પ્રમુખ હેમંત જાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1964માં સ્થાપિત થયેલી વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા છ દાયકાથી વધુ સમયગાળામાં સમાજ સમરસતા, ધાર્મિક જાગૃતિ, ગૌસંરક્ષણ, સેવા કાર્યો તેમજ રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અવિરત યોગદાન આપ્યું છે. 
#Bharuch #CGNews #Foundation Day #VHP #Vishwa Hindu Parishad #Satyanarayana Katha
Latest Stories