New Update
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા માં શારદા ભવન ખાતે સફાઈ કર્મીઓ માટે તાલીમ વર્ગ સેમિનાર યોજાયો હતો
અંકલેશ્વરના મન શારદા ભવન હૉલ ખાતે અંકલેશ્વર નગર પાલિકા અને ઑ.એન.જી.સી દ્વારા સફાઈ કામદાર, ડોર ટુ ડોર કર્મચારી, ડ્રેનેજ સ્વીપર અને મજૂરો માટે તાલીમ વર્ગ યોજાયો હતો જેમાં કર્મચારીઓને સ્વચ્છતા અંગે તાલીમ આપવામાં આવી હતી.સાથે આમંત્રિત મહેમાનોના હસ્તે સેફ્ટી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત,પૂર્વ પ્રમુખ વિનય વસાવા અને મુખ્ય અધિકારી કેશવ કોલડિયા તેમજ ઑ.એન.જી.સીના અધિકારીઓએ સહિત આમંત્રિતો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.