અંકલેશ્વર: હાંસોટના સુણેવ ગામ નજીક વૃક્ષ માર્ગ પર ધરાશયી, સ્ટેટ હાઇવે પરનો વાહનવ્યવહાર પ્રભાવિત

અંકલેશ્વરથી  સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સુણેવ ગામ નજીક વિશાળ વૃક્ષ માર્ગ પર ધારાશયી થઈ ગયું હતું જેના કારણે સ્ટેટ હાઇવે પરનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો

New Update
Tree Collapse
ભરૂચના હાંસોટ અને અંકલેશ્વર પંથકમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.હાંસોટ પંથકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે અંકલેશ્વરથી  સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સુણેવ ગામ નજીક વિશાળ વૃક્ષ માર્ગ પર ધારાશયી થઈ ગયું હતું જેના કારણે સ્ટેટ હાઇવે પરનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. વૃક્ષ મુખ્યમાર્ગ પર પડતાં બન્ને તરફ વાહનોની લાંબી લાઈન લાગી હતી. બનાવની જાણ થતા તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને માર્ગ પર પડેલા વૃક્ષને બાજુ પર હટાવી રસ્તો પુનઃ કાર્યાન્વિત કરાયો હતો.
Latest Stories