અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપાણના કાર્યક્રમો યોજાયા, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,જી.પી.સી.બી.ના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલીયા,ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હારવેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

author-image
By Connect Gujarat Desk
New Update
  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા

  • વૃક્ષારોપાણના કાર્યક્રમનું આયોજન

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

  • પર્યાવરણના જતનના સંકલ્પ લેવાયા

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે  ઠેરઠેર વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ગાર્ડન સિટી રોડ ઉપર લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જ્યારે જયશ્રી એરોમેટિક કંપની ખાતે પણ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,જી.પી.સી.બી.ના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલીયા,ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હારવેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ પર્યાવરણના જતનના હેતુસર અંકલેશ્વરની કેડીલા કંપની ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ બચાવોના સંકલ્પ લીધા હતા.
Latest Stories