New Update
અંકલેશ્વરના બાકરોલ ગામે આયોજન
સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે આયોજન
તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો
તુલસીજીના ઠાકોરજી સાથે વિવાહ કરાવાયા
ભાવિક ભક્તોએ લીધો લાભ
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલ સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ખાતે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ આવેલો છે. આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તુલસીજી તેમજ ઠાકોરજીના વિવાહ કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડપ મુહૂર્ત, જાન આગમન અને હસ્તમેળાપ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સદર ધાર્મિક કાર્યક્રમમાં આગેવાન જીતુભાઈ ખંડેલવાલ, જગાભાઈ ખેર તેમજ હરિસ્વરૂપદાસ ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories