GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક કાર્યક્રમ યોજાયો
છત્રપતિ શિવાજી મહારાજની 15 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ
મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા રૂ. 35 લાખના ખર્ચે નિર્માણ
કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલના હસ્તે પ્રતિમાનું અનાવરણ
મોટી સંખ્યામાં મહારાષ્ટ્રિયન સમાજના લોકોની ઉપસ્થિતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા રૂ. 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 15 ફૂટ ઉંચી અને 800 કિલો વજન ધરાવતી તેમજ રૂ. 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના નાદ અને હજારોની જનમેદની વચ્ચે યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહારાષ્ટ્રિયન સેવા મંડળના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહારાષ્ટ્રિયન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.