અંકલેશ્વર: આજે મહાસુદ આઠમ ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે ખોડીયાર જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • આજે મહાસુદ આઠમ ખોડિયાર જયંતિની ઉજવણી

  • અંકલેશ્વરમાં આવેલું છે ખોડિયાર માતાનું મંદિર

  • જુના બોરભાઠા બેટ ગામે કરવામાં આવી ઉજવણી

  • નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

Advertisment
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે ખોડીયાર જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
આજરોજ મહાસુ આઠમ નિમિત્તે  ખોડીયાર જયંતિની ઠેર ઠેર અત્યંત ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના જુના બીટ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ખોડીયાર જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ મહાપ્રસાદીનો પણ આયોજન કરવામાં આવ્યું હતું.7મી સદીમાં મહા સુદ આઠમના રોજ ભાવનગરના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં ચારણ જ્ઞાતિમાં માં ખોડિયારનો જન્મ થયો હોવાની માન્યતા પ્રચલિત છે ગુજરાતના ગળધરા,માટેલ અને રાજપરા ખાતે ખોડિયાર માતાજીના સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે.
Latest Stories