વસંત પંચમી હિંદુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનો તહેવાર છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જે જ્ઞાન અને વિદ્યાની દેવી માનવમાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત ચાણક્ય વિદ્યાલયમાં વસંત પંચમીનો ઉત્સવ ખૂબ આનંદભેર ઉજવાયો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલયના બાળકો માટે ગત વસંત પંચમી નિમિત્તે ખાસ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. શિક્ષકો પીળા રંગના કપડા પહેરીને આવ્યા, જે વસંત ઋતુનું પ્રતિક છે. શાળાના ટ્રસ્ટી શ્રી રસીલા પટેલ અને મનીષા થાનકી તેમજ આચાર્ય સુવર્ણા પાટીલ અને ર્શિક્ષકો દ્વારા માતા સરસ્વતીની પૂજા કરવામાં આવી હતી. જેમાં બાળકોને આ તહેવારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકો માટે આરતી અને પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોએ બાળકોને કથાઓ અને ગીતો દ્વારા માતા સરસ્વતી અને વસંત પંચમી વિશે સમજણ આપી હતી. બાળકોને પીળા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને તેઓએ આનંદભેર ઉત્સવનો આનંદ માણ્યો હતો. આ ઉજવણી દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને ભક્તિભાવ જાગૃત થયો હતો. આ રીતે ચાણક્ય વિદ્યાલય સ્કૂલમાં વસંત પંચમીનું ઉત્સવ શ્રદ્ધા અને આનંદથી ઉજવવામાં આવ્યું હતું.