/connect-gujarat/media/media_files/2025/03/03/xoKuX7GPeXl8mGOZpCcH.jpg)
અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પર આવેલ સિગ્નેચર ગેલેરીયા શોપીંગ સેન્ટરમાં ગત 14મી ફેબ્રુઆરીના રોજ સાંજે બે યુવાનોને ટોળા દ્વારા માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે ફરી એકવાર આ જ કોમ્પ્લેક્સમાં મારામારીનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે યુવાનો મળી અન્ય એક યુવાનને માર મારી રહ્યા છે. છુટાહાથની મારામારીમાં કેટલાક અન્ય યુવાનો પણ આસપાસ નજરે પડી રહ્યા છે
ત્યારે સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બનતું જતું હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વોમાં જાણે પોલીસનો ખોફ જ નથી રહ્યો તેમ જાહેરમાં મારામારી કરી રહ્યા છે જેના કારણે સામાન્ય લોકો અસલામતીનો અનુભવ કરે છે ત્યારે આવા તત્વો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
14મી ફેબ્રુઆરીના રોજ થયેલ મારમારીનો વિડિયો
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલી મારામારીના બનાવમાં બી ડિવિઝન પોલીસે કુલ ચાર સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી.