અંકલેશ્વર: VHP દ્વારા ષષ્ઠીપૂર્તિ સમારોહ અંતર્ગત હિન્દુ સંમેલન યોજાયુ

વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂરાં થતા અંકલેશ્વરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ષષ્ઠીપૂર્તિ સમારોહ અંતર્ગત હિંદુ સંમેલન યોજાયું હતું

New Update

વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂરાં થતા અંકલેશ્વરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ષષ્ઠીપૂર્તિ સમારોહ અંતર્ગત હિંદુ સંમેલન યોજાયું હતું

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ  ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થતા ષષ્ઠીપૂર્તિ સમારોહ અંતર્ગત હિંદુ સંમેલન યોજાયું હતું.જેમાં રામકુંડના ગાદીપતિ ગંગાદાસ બાપુ,વિશ્વ હિંદુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશોક રાવલ,કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના યુવા મહામંત્રી પુનીત પટેલ,વિશ્વ હિંદુ પરિષદ અંકલેશ્વરના અધ્યક્ષ પ્રવીણ પટેલ,ભરૂચ વિભાગના મંત્રી અજય મિશ્રા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જવાહર વરેલાની અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને વિશ્વ હિંદુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશોક રાવલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન 120 હિન્દૂઓને બજરંગ દળ દ્વારા ત્રિશૂળ દિક્ષા પણ આપવામાં આવી હતી.
Latest Stories