અંકલેશ્વર : ત્રણ રસ્તા નજીક શાકભાજીના દબાણો હટાવવામાં આવતા મહિલા વેપારીઓનો પાલિકામાં ઉગ્ર રજૂઆત

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહી સામે શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા વેપારીઓએ નગરપાલિકા ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી

New Update
  • ત્રણ રસ્તા સર્કલ પાસે શાકમાર્કેટમાં દબાણનો મામલો 

  • નગરપાલિકા દ્વારા વેપારીઓ પર બોલાવી તવાઈ

  • જાહેર રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા

  • શાકભાજીના વેપારીઓમાં પાલિકાની કામગીરીથી નારાજગી

  • મહિલા વેપારીઓએ પાલિકામાં કરી ઉગ્ર રજુઆત 

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાને અડચણરૂપ શાકભાજીના વેપારીઓના દબાણો હટાવવામાં આવ્યા હતા,જેના કારણે મહિલા વેપારીઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેરના હાર્દ સમાન ત્રણ રસ્તા સર્કલ પાસે જાહેર રસ્તાને અડીને વર્ષોથી શાકભાજી માર્કેટે જમાવટ કરી છે.જ્યારે ટ્રાફિકને અડચણરૂપ બનતા શાકભાજી વેપારીઓના દબાણો પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવે છે,જોકે આ દબાણો થોડા સમયમાં જ પુનઃ સ્થાપિત પણ થઇ જાય છે. ત્યારે નગરપાલિકાનું તંત્ર ફરી એક વખત જાગ્યું હતું,અને ત્રણ રસ્તા સર્કલ પાસે જાહેર રસ્તા નજીક શાકભાજી વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી.અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કર્યા હતા.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહી સામે શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા વેપારીઓએ નગરપાલિકા ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી.અને વર્ષોથી શાકભાજી વેચવાનું કામ કરતી મહિલાઓએ નગરપાલિકા દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા.અને પાલિકાતંત્ર દ્વારા શાકભાજીના વેપાર માટે  યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે માત્ર શાકભાજીના વેપારીઓ જ નહીં પરંતુ શાકભાજી ખરીદવા માટે આવતા ગ્રાહકો પણ રસ્તા પર સર્જાતા ટ્રાફિક માટે જવાબદાર છે.કારણે કે ગ્રાહકો પણ પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દેવાના કારણે પણ ટ્રાફિક સર્જાતો હોવાનું લોક મોઢે ચર્ચાઇ રહ્યું છે.  

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ વડોલી રોડ પર આવેલ કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરી મજબૂતાઈ ચકસાય, રિપોર્ટ 7 દિવસ બાદ આવશે

ભરૂચના અંકલેશ્વર થી સુરતના ઓલપાડને જોડતો વડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે

New Update
  • ભરૂચથી સુરતને જોડતો મહત્વનો બ્રિજ

  • હાંસોટના સાહોલ ગામ નજીક કિમ નદીનો બ્રિજ

  • બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું

  • મજબૂતાઈ ચકાસવામાં આવી

  • માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાય કામગીરી

ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે. 70 વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ જોખમી બનતા આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું
ભરૂચના અંકલેશ્વર થી સુરતના ઓલપાડને જોડતો વડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. વજનદાર ટ્રેલરને બ્રિજ પર ઉભુ રાખી ડિજિટલ મીટરના માધ્યમથી  લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.આ દરમ્યાન મોટા વાહનો માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગના 10 અધિકારીઓની ટીમ દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી.આ કામગીરી 3 કલાક સુધી ચાલી હતી.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોડ ટેસ્ટિંગ અંગેનો રિપોર્ટ આવતા 7 દિવસનો સમય લાગી શકે છે.સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે. 70 વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ બંને જિલ્લાના લોકો માટે મહત્વપૂર્ણ માર્ગ છે.બ્રિજની હાલત ચકાસતા ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી. હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજ નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે. પિલરોમાં તિરાડો દેખાય છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે.આ બ્રિજનો ઉપયોગ સુરતના ઓલપાડ અને ભરૂચના હાંસોટ તાલુકાના ગ્રામજનો કરે છે. નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે.