અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ ખાતે પ્રાથમિક કુમાર શાળાના નવા શૈક્ષણિક સંકુલ બિલ્ડીંગની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.6ઓરડાનું ખાતમુહૂર્ત વેદોક્ત વિધિથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરૂચના પરિપત્ર અનુસાર પ્રાથમિક શાળા જુના દીવા કુમાર ના6ઓરડાની ખાતમુહૂર્ત વિધિ ગુરુપૂર્ણિમાના દિવસે યોજવામાં આવી હતી. અંકલેશ્વર-હાંસોટ મતવિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગ્રામ પંચાયત જુના દીવાના સરપંચ,સભ્ય અને વડીલો, તાલુકા પંચાયતના સદસ્ય, સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/07/10/primary-kumar-school-2025-07-10-18-31-56.png)
આ પ્રસંગે શાળાના શિક્ષક પ્રદીપ દોશી દ્વારા નિર્માણ કરેલ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ“છબીચિત્ર“શાળા પરિવાર વતી“સ્મૃતિભેટ”રૂપે અર્પણ કરવામાં આવ્યું હતું.અત્રેના ગામમાં નવી શાળાનું બાંધકામ થવાનું હોવાથી ગ્રામજનો આનંદમાં વધારો થયો હતો. પ્રાથમિક શાળા પરિવાર જુના દીવા સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.