અંકલેશ્વર: ગુણવત્તા યાત્રા અંતર્ગત વર્કશોપનું કરાયુ આયોજન,MSME ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય ધોરણે તૈયાર કરવાનો સંકલ્પ

યાત્રા અંતર્ગત ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ અને ગુણવત્તાયુક્ત નિષ્ણાંતોને એક મંચ પર લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

New Update
MSME Workshop
ગુજરાતમાં એમએસએમઈ માઇક્રો, સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઇઝિસ ક્ષેત્રને મજબૂત બનાવવા અને તેમને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો સાથે સજ્જ કરવાનો ઉદ્દેશ્ય લઈને ‘ગુણવત્તા યાત્રા અંકલેશ્વર ખાતે પહોંચી  હતી.ગુણવત્તા યાત્રા અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
MSME Workshop
આ પ્રસંગે કમલેશ પટેલ, ઈશ્વરભાઈ,  હરેશભાઈ વગેરે અગ્રણીઓ તેમજ  ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એચ.જે. જાડેજા
ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રા અંતર્ગત ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ અને ગુણવત્તાયુક્ત નિષ્ણાંતોને એક મંચ પર લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ગુણવત્તા યાત્રા આગામી ૫૫ દિવસ સુધી ગુજરાતના સુરત, ભરૂચ, વડોદરા, ગાંધીનગર સહિત અન્ય ૦૯ જિલ્લાઓમાં યોજાશે.
Latest Stories