અંકલેશ્વર: J.B.મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના જે.બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • અંકલેશ્વરમાં આવેલું છે કેન્સર સેન્ટર

  • જે.બી.મોદી કેન્સર સેન્ટર છે કાર્યરત

  • કેન્સર સેન્ટરમાં વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી

  • સાંસદ મનસુખ વસાવાએ રહ્યા ઉપસ્થિત

  • કેન્સર યોદ્ધાઓનું કરાયુ સન્માન

Advertisment
અંકલેશ્વરના જે.બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ દ્વારા સંચાલિત જે. બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી "સાથ ભી, ખાસ ભીના સૂત્ર સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના સાંસદ  મનસુખ વાસાવા , અંકલેશ્ર્વર રોટરી ક્લબના પ્રમુખ સુનીલ નેવે,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના પ્રમુખ હિમ્મત સેલડિયા ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવો દ્વારા કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક પોષણ કિટો વિતરણ કરવામાં આવી હતી. જે તેમને વધુ મજબૂત અને સ્વસ્થ બનવામાં મદદ કરશે.આ કીટમાં સરગવાના પાનનો પાઉડર, જવનો લોટ, રાગીનો લોટ, મગ, મગફળી જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કેન્સર યોદ્ધાઓને પર્યાવરણના જતન માટે વ્રુક્ષો પણ આપવામા આવ્યા.આ કાર્યકમમાં હૉસ્પિટલ તરફથી કમલેશ ઉદાણી,  હિતેન આનંદપુરા,  સુભાષ પટેલ,  દશરથ પટેલ, હોસ્પિલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. આત્મી ડેલીવાલા, ટ્રસ્ટના જનરલ મૅનેજર ડો. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories