અંકલેશ્વરનો AQI ચિંતાજનક સ્તરે પહોંચ્યો, તંત્ર દ્વારા GIDCમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ શરૂ કરાયો

અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે ત્યારે પરિસ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઇડ એરીયા ઓર્થોરીટી દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે

New Update
Advertisment
  • અંકલેશ્વર જીઆઇડીસીમાં પ્રદુષણ

  • એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે

  • બે દિવસથી AQI 200ને પાર

  • તંત્ર આવ્યું હરકતમાં

  • પાણીનો છંટકાવ શરૂ કરાયો

Advertisment
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે ત્યારે પરિસ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઇડ એરીયા ઓર્થોરીટી દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં સ્પ્રીંકલ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે

શિયાળો શરૂ થતાની સાથે જ પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે.દિલ્હીમાં પ્રદૂષણની માત્રા અતિ ગંભીર પરિસ્થિતિએ પહોંચી છે.જેનું કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઇડ એરીયા ઓથોરીટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ હરકતમાં આવ્યું છે.નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જીઆઇડીસીના રહેણાક વિસ્તારોમાં વહેલી સવારે વોટર સ્પ્રિન્કલથી પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. પ્રદૂષણના મામલે અંકલેશ્વર જીઆઇડીસી સમયાંતરે વિભાગમાં સપડાતી રહે છે ત્યારે તંત્ર કવાયત શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસની અંકલેશ્વરનો AQI એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. અંકલેશ્વનો એક્યુઆઈ બે દિવસથી 200ની ઉપર નોંધાઇ રહ્યો છે ત્યારે તંત્ર 

દ્વારા પાણી પહેલા જ પાળ બાંધવામાં આવી છે અને આવનારા સમયમાં વધુ સ્થિતિ તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
Latest Stories