-
એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ
-
વાર્ષિક સાંસ્કૃતિક અને ઇનામ વિતરણના કાર્યક્રમ યોજાયો
-
એડિશનલ કલેક્ટર રિઝવાન શેખ રહ્યા વિશેષ ઉપસ્થિત
-
વિદ્યાર્થીઓને ઈનામ-પારિતોષિક એનાયત કરવામાં આવ્યા
-
કોલેજના આચાર્ય સહિત કોલેજ પરિવાર રહ્યો ઉપસ્થિત
ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કાર્યક્રમમાં કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડિશનલ કલેક્ટર રિઝવાન શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જુદી જુદી પ્રવૃતિમાં ભાગ લેનાર કોલેજના વિદ્યાર્થીઓને એડિશનલ કલેક્ટરના હસ્તે ઈનામ તથા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. રિઝવાન શેખ આજ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. પોતાના પ્રવચનમાં તેઓએ વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓ નિહાળીને આનંદ વ્યક્ત કરવા સાથે કોલેજ પરિવારને શુભેચ્છા પાઠવી હતી.
સંગીતના સુર થકી વિદ્યાર્થીઓએ ગીતો રજુ કરી વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય તથા સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.