ભરૂચ સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાય

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાર્ષિક સામાન્ય સભા અંકલેશ્વર ખાતે યોજાય હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા.

a
New Update

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાર્ષિક સામાન્ય સભા અંકલેશ્વર ખાતે યોજાય હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા. ઇન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રાણ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં વાગરા પીઆઈ. પણ ઉપસ્થિત રહી કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટેના જરૂરી સૂચનો કર્યા હતા.

વાગરા તાલુકામાં આવેલ સાયખાં કેમીકલ ઝોનમાં અનેક વિધ કંપનીઓ સ્થપાઈને કાર્યરત થઈ છે. તો બીજી તરફકેટલીય કંપનીઓ આકાર લઈ રહી છે. આ બધા વચ્ચે સાયખાં કેમીકલ ઝોનમાં આવેલ કંપની સામે હજુ કેટલાયે પડકારો સામે છે. જેને કંપની સંચાલકો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વર ખાતે યોજાયેલ સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝને કનડતા પ્રશ્નો જેમ કે રોડ-રસ્તા ડ્રેનેજ લાઇનઇલેક્ટ્રીસીટી, CETPનો ચાર્જ અને પ્રદુષણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે તેના નિવારણ માટે વહીવટી તંત્ર સાથે મળી કેવા પગલાં લીધા છેઅને આગામી સમયમાં વિશેષ શું કરી શકાય એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીઝની મિટિંગમાં આસપાસના વાતાવરણને પ્રફુલ્લિત બનાવવા તેમજ વિસ્તારના લોકોનું આરોગ્ય સચવાઈ તેમજ તેમને રોજગારી મળી રહે અને તેમના જીવન ધોરણને ઊંચું લાવવા શું કરી શકાય તેના ઉપર પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસોસિએશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સુગમતા આવે તે માટે વાગરા પીઆઈ પ્રદીપસિંહ વાઘેલાને મિટિંગમાં આમંત્રણ આપતા તેમણે વિશેષ હાજરી આપી હતી. આ તબક્કે પોલીસ ઇન્સ્પેકટરએ ઇન્ડસ્ટ્રીઝમાં બનતા ગુનાઓને અટકાવવા અને બનેલ ગુનાઓનો ઝડપી ઉકેલ લાવવા જરૂરી સૂચનો કર્યા હતા. ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ વચ્ચે સમન્વય સધાય તો ગુનાખોરીનું પ્રમાણ ઓછું થઈ શકે તેમ તેમણે જણાવ્યુ હતું. વાર્ષિક સામન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હરેશ ભુતાઉપ પ્રમુખ પ્રશાંત પટેલઉપ પ્રમુખ સી.કે.જીયાનીસેક્રેટરી જયેશ વિસાવાડીઆજોઈન્ટ સેક્રેટરી નટવર પટેલ અને દેવેન્દ્ર પટેલ તેમજ ટ્રેઝરર મીનકુ ગાંધીકુંજ પટેલદુર્ગેશ કાબરા સહિત મોટી સંખ્યામાં એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #CGNews #Saykha GIDC #Annual general meeting
Here are a few more articles:
Read the Next Article