New Update
/connect-gujarat/media/media_files/2025/07/30/ank-lcb-2025-07-30-11-41-41.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથકના શીશાની ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ફીર્દોશ અલી ઉર્ફે બ્લેક ટાઈગર મોહરમઅલી ખાન રહે, અંસાર માર્કેટ મદીના મસ્જીદ પાસે તા.અંકલેશ્વરમાં હાજર છે જે બાતમી આધારે પોલીસે દરોડા પાડી તેને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખના સીસાની ચોરી થઈ હતી જેમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories