ભરૂચ: સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની વધુ એક ફરિયાદ, શિક્ષિકાના પતિ પર લાગ્યો આરોપ

પીડિતા પર  શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે બે વાર બળાત્કાર ગુજાયૉ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય...

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચનું વધુ એક ચકચારી બનાવ

  • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદ

  • અગાઉ ઇન્ચાર્જ આચાર્ય સામે ફરિયાદ નોંધાઇ હતી

  • હવે શિક્ષિકાના પતિ પર લાગ્યો આરોપ

  • એક જ પીડિતા સાથે બન્નેએ આચર્યું દુષ્કર્મ

Advertisment
ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં  વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. શાળામાં શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચાર્ય હતું
ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પીડિતા પર  શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે બે વાર બળાત્કાર ગુજાયૉ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની રી યુનિયનની મીટીંગના બહાને પીડિતાને ફિલિપ તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હતું.
તારીખ 23 નવેમ્બર અને 9 ડિસબરમાં રોજ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફિલિપ ફરાર થઇ ગયો છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
Advertisment
સેન્ટ ઝેવીયર્સ શાળના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોનીએ એક જ પીડિતાને અલગ અલગ સમયે હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે.આજ પીડિતા સાથે અગાઉ ઇન્ચાર્જ પ્રિન્સિપલે અયોગ્ય વર્તન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
Latest Stories