ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે
ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તર સતત વધી રહ્યા છે.ઢાઢર નદી ભયજનક સપાટી પાસે પહોંચી છે ત્યારે જંબુસરના મગણાદ ગામ ખાતેથી તંત્ર દ્વારા 248 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ સહિતના અધિકારીઓએ ગામમાં પહોંચી ગામના 248 જેટલા લોકોને રાહી કંપની ખાતે ખસેડ્યા હતા જ્યાં તેઓ માટે જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ઢાઢર નદીનું પાણી નદી કિનારાના વિસ્તારોમાં પ્રવેશતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. નદી તેની ભયજનક સપાટી વટાવે તો જંબુસરના ખાનપુર,મગણાદ, બોજાદરા, મહાપુરા, કુંઢળ,વહેલમ અને વાલચંદ નગર સહિતના વિસ્તારને અસર થવાની શક્યતાના પગલે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના પગલા લેવામાં આવ્યા છે