અંકલેશ્વર ખાતે ઓપન ઇન્ટરવ્યુમાં હજારો યુવાનો ઉમટતાં હોટલની રેલીંગ તૂટી

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે આવેલી એક હોટલમાં ઝઘડિયાની કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં જનમેદની ઉમટી પડતાં હોટલની રેલીંગ તૂટી પડી હતી.

New Update

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે આવેલી એક હોટલમાં ઝઘડિયાની કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં જનમેદની ઉમટી પડતાં હોટલની રેલીંગ તૂટી પડી હતી. જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા. જોકેસદનસીબે કોઈ મોટી દુઘટર્ના સર્જાઈ ન હતી.

મળતી માહિતી અનુસારઅંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડીયા GIDC સ્થિત થર્મેક્ષ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 10 જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યુમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા. જેથી ભારે ભીડના કારણે સ્થિતિ વિકટ બની હતીઅને હોટલની રેલીંગ પણ તૂટી પડી હતી.

જ્યાં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતાત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાય રહ્યો હતોત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાય હોત તો જવાબદાર હોટલ કેકંપની સંચાલકોને ગણવા તે પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે. ઓદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છેતે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતીનિધીઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે.

 

Latest Stories