New Update
ભરૂચના હાંસોટ તાલુકાના ઈલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો
રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન આયોગ્ય મેળો યોજાયો હતો.આ મેળામાં સી.એચ.સી.ના અધિક્ષક ડો.પૂર્વી પટેલ,તાલુકા આરોગ્ય અધિકારી સંજય દુબે, દાંતના રોગના તબીબ ડો.દીપાલી અને મેડિકલ ઓફિસર ડો.જય પરમાર હાજર રહયા હતા.આ કેમ્પમાં આંખના રોગના 33, દાંતના રોગના 26 અને 21 દર્દીઓનું જનરલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. હવેથી દર મહિને આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે જેનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં છે.
Latest Stories