અંકલેશ્વર: GIDCના રિઝર્વર તળાવમાંથી મગરનું બચ્ચું પાંજરે પુરાયું, વન વિભાગે સુરક્ષિત જગ્યાએ છોડી મુકવા કવાયત શરૂ કરી

અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યો હતો.આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું

New Update
reservoir pond
અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગરની હાજરી મગરનું બચ્ચું પાંજરે પુરાયું હતું અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાયો છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યો હતો.આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વમ વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં મગરનું એક બચ્ચું કેદ થયું હતું. મગરના બચ્ચાને સુરક્ષિત સ્થળે છોડી મુકવા વન વિભાગે તજવીજ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે ત્યારે મગરની હાજરી બાદ તંત્ર સાથે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે.
Latest Stories