New Update
/connect-gujarat/media/media_files/2025/09/05/ganesh-visarjan-2025-09-05-18-21-50.jpg)
ભરૂચ જિલ્લામાં કીમ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં તંત્રએ સાહોલ અને વડોલી વાંક નજીક ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. નદીમાં વધેલા પાણીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે હાંસોટ મામલતદાર રાજન વસાવાએ ભક્તોને અપીલ કરી છે કે તેઓ કીમ નદીમાં વિસર્જન ન કરે અને નિર્ધારિત સ્થળોનો ઉપયોગ કરે. વિસર્જન માટે વિકલ્પ રૂપે રાયમા નજીકની વન ખાડી, દંત્રાઇ નજીકની ખાડી તેમજ દરેક ગામના ગામતળાવમાં વિસર્જન કરવાનું રહેશે.સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી તૈનાતી કરવામાં આવશે.
Latest Stories