New Update
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે ભારત હમકો જાન સે પ્યારા હૈ મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
દેશના 78માં સ્વાતંત્ર પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રોટરી ઓફ અંકલેશ્વર દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ભારત હમકો જાન સે પ્યારા હૈ કાર્યક્રમ યોજાયો હતો. જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયા,એર કમાન્ડર અનિલ કુમાર શર્મા, જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર શિવરાજ સુરાલકર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં દેશભક્તિને ઉજાગર કરતા ગીતો રજૂ કરવામાં આવ્યા હતા
Latest Stories