ભરૂચ : વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં ખાદ્યસામગ્રીનું વિતરણ, ભારત વિકાસ પરિષદ-વિપ્ર ફાઉન્ડેશનનું “સેવાકાર્ય”

ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન-અંકલેશ્વર દ્વારા સેવાકાર્યના ભાગરૂપે વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

New Update

વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં સેવાકાર્ય

ભારત વિકાસ પરિષદ દ્વારા સેવાકાર્ય કરાયું

વિપ્ર ફાઉન્ડેશન સંસ્થા પણ સેવામાં જોડાય

પૂર અસરગ્રસ્ત લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ

300 પરિવારોને ખાદ્યસામગ્રી વિતરણ કરાય

ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયા પંથકના પૂર અસરગ્રસ્ત ગામોમાં ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના વાલીયા પંથકમાં વરસેલા 18 ઇંચ વરસાદના કારણે જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું હતું.

વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ખાદ્યસામગ્રી પલળી ગઈ હતીત્યારે રાષ્ટ્રીય વિચારધારા સાથે અસહાય લોકોની સહાય માટે તત્પર રહેતી ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન-અંકલેશ્વર દ્વારા સેવાકાર્યના ભાગરૂપે વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં 300 જેટલા જરૂરીયાતમંદ પરિવારોને આ ખાદ્યસામગ્રીનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં વિપ્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ યોગેશ પારિક અને ભારત વિકાસ પરિષદના કે.આર.જોશીભાસ્કર આચાર્ય સહિતના અગ્રણીઓજૂના ભાગા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું