ભરૂચ : વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં ખાદ્યસામગ્રીનું વિતરણ, ભારત વિકાસ પરિષદ-વિપ્ર ફાઉન્ડેશનનું “સેવાકાર્ય”

ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન-અંકલેશ્વર દ્વારા સેવાકાર્યના ભાગરૂપે વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

New Update

વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં સેવાકાર્ય

ભારત વિકાસ પરિષદ દ્વારા સેવાકાર્ય કરાયું

વિપ્ર ફાઉન્ડેશન સંસ્થા પણ સેવામાં જોડાય

પૂર અસરગ્રસ્ત લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ

300 પરિવારોને ખાદ્યસામગ્રી વિતરણ કરાય

 ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયા પંથકના પૂર અસરગ્રસ્ત ગામોમાં ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના વાલીયા પંથકમાં વરસેલા 18 ઇંચ વરસાદના કારણે જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું હતું.

વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ખાદ્યસામગ્રી પલળી ગઈ હતીત્યારે રાષ્ટ્રીય વિચારધારા સાથે અસહાય લોકોની સહાય માટે તત્પર રહેતી ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન-અંકલેશ્વર દ્વારા સેવાકાર્યના ભાગરૂપે વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં 300 જેટલા જરૂરીયાતમંદ પરિવારોને આ ખાદ્યસામગ્રીનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં વિપ્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ યોગેશ પારિક અને ભારત વિકાસ પરિષદના કે.આર.જોશીભાસ્કર આચાર્ય સહિતના અગ્રણીઓજૂના ભાગા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

#Vipra Foundation #Bharat Vikas Parishad #Bharuch flood #Bharuch Floodwater #Vipra Foundation Ankleshwar #Bharuch District Vipra Foundation #વાલિયા #ભારત વિકાસ પરિષદ #પૂર અસરગ્રસ્ત ગામ #ખાદ્યસામગ્રીનું વિતરણ #વિપ્ર ફાઉન્ડેશન #ભરૂચ જિલ્લા વિપ્ર ફાઉન્ડેશન
Here are a few more articles:
Read the Next Article