New Update
ભરૂચની બાળકીની મોટી સિદ્ધિ
10 વર્ષીય બાળકીએ સિદ્ધિ નોંધાવી
ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
163 જમ્પ કરી નામ નોંધવ્યુ
પરિવારજનોમાં ખુશીનો માહોલ
ભરૂચના દહેજ વિસ્તારની 10 વર્ષની બાળકી તનીસ્કા રૂપારેલીયાએ ભારતનું ગૌરવ વધાર્યું છે. માત્ર દસ વર્ષની ઉંમરે તનીસ્કાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ બંનેમાં પોતાનું નામ નોંધાવી અનોખી સિદ્ધિ મેળવી છે.
ભરૂચના દહેજ ખાતે 15 વર્ષથી સ્થાયી અને બિરલા કોપર કંપનીમાં નોકરી કરતા વિજય રૂપારેલીયાની દીકરી તનીસ્કાએ અદભુત પ્રતિભાનો દેખાવ કર્યો છે. માત્ર 10 વર્ષની ઉંમરે તનીસ્કાએ “મોસ્ટ સ્કીપ જમ્પ બોલ ઇન વન મિનિટ” કેટેગરીમાં 163 જમ્પ કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ દ્વારા તેણે જાપાનના એડલ્ટ કેટેગરીના 142 જમ્પના રેકોર્ડને તોડી નવો ઈતિહાસ રચ્યો છે.તનીસ્કાની આ ઉપલબ્ધી માત્ર તેમના પરિવાર માટે નહીં, પણ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. દસ વર્ષની ઉંમરે આટલી મોટી સિદ્ધિ – ખરેખર ભરૂચની લિટલ ચેમ્પિયન તરીકે તનીસ્કા સૌ માટે પ્રેરણાસ્રોત બની છે.
Latest Stories