ભરૂચ: હોળી-ધુળેટીના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સેવા ખડેપગે રહેશે તૈનાત, 30 ટકા કેસ વધવાની શક્યતા

હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ જિલ્લામાં અકસ્માત અને મારામારીના કેસોમાં વધારાની સંભાવનાના પગલે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં હોળી-ધુળેટીના પર્વની ઉજવણી

  • 108 એમ્બ્યુલન્સ સેવા ખડેપગે રહેશે તૈનાત

  • અકસ્માતના કેસમાં વધારો થવાની સંભાવના

  • 30 ટકા કેસ વધે એવી શક્યતા

  • 21 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રહેશે તૈનાત

હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ જિલ્લામાં અકસ્માત અને મારામારીના કેસોમાં વધારાની સંભાવનાના પગલે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
13 માર્ચ અને 14 માર્ચના રોજ હોળી-ધૂળેટીના તહેવાર છે, ત્યારે ગત વર્ષમાં હોળી-ધૂળેટીના પર્વમાં થયેલા માર્ગ અકસ્માત સહિતના બનાવને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 838 એમ્બ્યુલન્સ દોડાવાશે. મળતી માહિતી મુજબ, ગત વર્ષના ડેટાના આધારે આ વર્ષે હોળી-ધૂળેટીમાં ઈમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતા ઇમરજન્સી ટેલિફોન નંબર-108એ દર્શાવી છે. જેમાં 13 માર્ચે હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં 3.61 ટકાનો વધારો થશે. જ્યારે 14 માર્ચે ધૂળેટીના દિવસે 29.88 ઈમરજન્સી કેસોનો વધારો નોંધાવાની શક્યતા છે.
ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 21 એમ્બ્યુલન્સમાં સામાન્ય દિવસોમાં આશરે 78 જેટલા કેસો નોંધાતા હોય છે .હોળીના દિવસે અનુમાનીત લગભગ 89 જેટલા કેસો એટલે કે 14.10 ટકા જેટલો વધારો જોવા મળી શકે છે.જ્યારે ધુળેટીના દિવસે 101 જેટલા કેસો એટલે કે 29.49 ટકા જેટલો વધારો નોંધાવાની શક્યતાઓ દેખાઈ રહી છે.જે માટે ભરૂચ જિલ્લાની 21 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે.
Latest Stories