દિવાળી તહેવારમાંસતત ઈમરજન્સીના મળ્યા કોલ,90 કર્મચારીઓએખડેપગે નિભાવી સેવાની ફરજ, દિવાળીના તહેવારોમાં 437 જેટલા નોંધાયા કેસ, સૌથી વધુ માર્ગ અકસ્માતના 110 કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી108 એમ્બ્યુલન્સ સેવામાં19 એમ્બ્યુલન્સના90 કર્મીઓ ખડેપગે રહીને સેવા આપી હતી.જેમાં કુલ437 જેટલા કેસ નોંધાયા હતા.અને સૌથી વધુ માર્ગ અકસ્માત110 કેસોનાકોલ આવ્યા હતા.
ભરૂચ જિલ્લામાં સેવા આપતી ઇમરજન્સી108 એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવામાં હંમેશા ખડેપગે રહીને ઈમરજન્સીમાં લોકોને મદદરૂપ થાય છે.દિવાળીના તહેવારોમાં પણ સામાન્ય દિવસોમાં એક દિવસના આશરે90 જેટલા કેસો નોંધાતા હોય છે.જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ100 જેટલા કેસ એટલે કે11 ટકાજેટલો વધારો,નવા વર્ષના દિવસે105 જેટલા કેસ એટલે કે16 ટકાજેટલો વધારો તથા ભાઈબીજના દિવસે106 કેસ એટલે કે17 ટકાજેટલો કેસમાં વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને ભરૂચ108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જિલ્લાની19એમ્બ્યુલન્સ સાથે આશરે90કર્મચારીઓ24કલાક લોકોની આરોગ્યની સેવામાં માટેનું આયોજન કર્યું હતું.દિવાળીના દિવસોમાં જિલ્લામાં કુલ437કેસ નોંધાયા હતા.જેમાં31મી ઓક્ટોબર દિવાળીના દિવસે111, 1લી નવેમ્બરના રોજ106, 2જી નવેમ્બર નવા વર્ષના દિવસે117અને 3જી નવેમ્બર ભાઈબીજના દિવસે105કેસ નોંધાયા હતા.જેમાં મારામારીના19, માર્ગ અકસ્માતના110અને દાઝવાના07કેસો નોંધાયા હતા.અનેઅંદાજીત 90જેટલા કર્મીઓએ પોતાની ફરજ નિભાવી પ્રિ ટ્રીટમેન્ટ આપીને દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.