-
નર્મદા પાર્કમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
-
નર્મદા નદીના કાંઠે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો
-
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરાયું કાર્યક્રમનું આયોજન
-
500થી વધુ યોગ સાધકોએ લીધો ઉત્સાહભેર ભાગ
-
સ્વસ્થ અને નિરોગી જીવન માટે પ્રોત્સાન અપાયું
ભરૂચના ઝાડેશ્વર ખાતેના નર્મદા પાર્ક નર્મદા નદીના કિનારે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં 500થી વધુ યોગપ્રેમીઓએ ભાગ લીધો હતો.
ભરૂચમાં 13 એપ્રિલના નર્મદા પાર્કના પ્રાંગણમાં બ્રહ્મમુહૂર્તમાં સવારે 5:30 થી 8:30 દરમિયાન કોર્ડીનેટર ભાવિની ઠાકર,કોચ બીનીતાજી,ટ્રેનર અને સાધક દ્વારા ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ઝોનલ કોર્ડીનેટર રાજેશ પંચાલ દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું.
આ શિબિરનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોગ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચમાં કાઉન્ટ ડાઉનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં 500થી વધારે લોકોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં મીડિયાના ઝોન કોર્ડીનેટર રિશીકાજી અને ક્લાસ ઇન્સ્પેક્ટર સીબા મનોજ વડોદરાથી હાજર રહ્યા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવે તેને પ્રોત્સાહિત કરવાનો છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેસીડેન્સ એડિશનલ કલેકટર એન. આર.ધાંધલ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી કારોબારી જિલ્લા પંચાયત ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,બ્રહ્માકુમારીના અમિતાબેન GNFC એસ.એન.આર ક્લબના પ્રેસિડન્ટ પંકજ પુરોહિત રમતગમત કન્વીનર પ્રશાંત પટેલ હરિ પ્રબોધના મિલિંદ,નર્મદા પાર્કના સંચાલક માર્ટીન પટેલ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને ઉત્સાહથી ભરી દીધો હતો,અને યોગીઓને પ્રેરણા આપી હતી.