ભરૂચ: નબીપુરમાં વીજ કંપનીની 15 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયુ

ભરૂચના નબીપુરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટાપાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો

New Update

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કાર્યવાહી

નબીપુરમાં મોટાપાયે વીજ ચેકીંગ હાથ ધરાયુ

15 ટીમો દ્વારા વીજ ચેકીંગ

ઘર્ષણ ન થાય એ માટે પોલીસ કાફલો પણ તૈનાત કરાયો

ચેકીંગના પગલે વીજ ચોરોમાં ફફડાટ

ભરૂચના નબીપુરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટાપાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચના નબીપુરમાં વહેલી સવારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કંપનીની 15 ટીમો દ્વારા નબીપૂરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમિયાન સ્થાનિકો સાથે કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો.ભરૂચ ડિ.વાય.એસ.પી.સી.કે.પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ વીજ ચેકિંગની પ્રક્રિયા દરમિયાન હાજર રહ્યા હતા..દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચેકિંગ દરમિયાન મોટાપાયે વીજ ચોરી ઝડપાઈ એવી આશંકા સેવાય રહી છે.
Latest Stories