New Update
/connect-gujarat/media/media_files/2025/04/08/TDnl5Z3qRY0DSLdjJZxk.jpg)
ભરૂચના પાલેજ નજીક આવેલ સીમલીયા ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બે કર્મચારીઓને કરંટ લાગતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભરૂચના પાલેજ નજીકના સીમલીયા ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એગ્રીકલ્ચર લાઈનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.
ભરૂચ પાલેજ જીઈબીના બે કર્મચારીઓને સીમલીયા ગામે વીજ કરંટ લાગ્યોભરૂચ પાલેજ જીઈબીના બે કર્મચારીઓને સીમલીયા ગામે વીજ કરંટ લાગ્યો #bharuch #palej #electricshock #GEB #breakingnews #shockingvideo #CGNews
Posted by Connect Gujarat on Tuesday, April 8, 2025
પાલેજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા જયપાલ દેસાઈ અને જગદીશ માછી કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બન્નેને વીજ કરંટ લાગ્યો હતો જે પૈકી એક કામદાર તો વીજ પોલ પર લટકી રહ્યો હતો. આ અંગેની જાણ અન્ય કર્મચારીઓને થતા તેઓએ ઇજાગ્રસ્ત કર્મચારીને નીચે ઉતાર્યો હતો અને પ્રાથમિક સારવાર નજીકની હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણ થતાની સાથે જ પાલેજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે.કોની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાય તે સહિતની તપાસ પોલીસ ચલાવી રહી છે.
Latest Stories