ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી ચાર દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ભરૂચ શહેરમાં 250 વર્ષથી ઉજવાતા ચાર દિવસીય મેઘરાજા-છડી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે.આજે સાતમ નિમિત્તે ભોયવાડ સ્થિત ઘોઘારાવ મંદિરમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભોઈ સમાજના મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે. ભરૂચના પંચબત્તીથી સોનેરી મહેલ સુધીનો માર્ગ દુકાનો, સ્ટોલ, મંડપને લઈ મેળામાં પરિવર્તિત થઈ ગયો છે. સ્ટેશન રોડ ખાતે પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે.
આજે સાતમે મેઘરાજાને નવા વસ્ત્રો પરિધાન સાથે ઘોઘારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને ઝુલાવી હતી. જોકે સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે મેળામાં લોકોની પાસે હાજરી જોવા મળી હતી. તો આ તરફ વરસાદના કારણે સ્ટોલધરકોએ પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો