ભરૂચ : ઝઘડિયાના રૂંઢ ગામે વીજપોલના અર્થીંગ વાયરમાંથી વીજ કરંટ લાગતા 3 બકરાના મોત

કરંટ ઉતરવાના કારણે 3 પશુઓનું મોત થતાં પશુપાલકને રૂ. 21 હજારનું નુકશાન થયું છે, જે બાબતે રાજપારડી પોલીસ મથકે પશુપાલક ચંપાબેન દેવીપૂજકે અરજી આપી સહાય-વળતરની માંગ કરી

New Update
વીજ કરંટ લાગતા 3 બકરાના મોત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે વીજપોલના અર્થીંગ વાયરમાંથી વીજ કરંટ લાગતા 3 બકરાના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા. મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે રહેતા ચંપાબેન ગતરોજ બપોરના સમયે બકરાઓ તેમજ ઘેટાંઓ લઈને રૂંઢ ગામની સીમમાં ચરાવવા ગયા હતાઅને ઘેટાં-બકરાઓ ચરાવીને ઘરે આવવા નીકળ્યા હતાતે સમયે 4 વાગ્યાના અરસામાં ગામના સરકારી દવાખાના પાસે આવતા દવાખાનાના ગેટની આગળના ભાગે બકારાઓ ગયા હતા,

ત્યાં વીજ થાંભલા પાસેના અર્થીંગ વાયરમાંથી કરંટ લાગતા 3 બકરાના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા. પશુપાલકના દીકરા સાવનભાઈએ જીઈબીના કર્મચારીને જાણ કરતા જીઈબીના કર્મચારી બનાવવાળી જગ્યાએ પહોચી તપાસ કરતા વરસાદ તેમજ પવનના કારણે એલ.ટી. લાઇનનો ફેઝ વાયર જી.આઈ.ના વાયર સાથે સ્પર્શ થતા વીજ થાંભલાના અર્થીંગ વાયર ઉપર વીજ કરંટ ઉતર્યો હતોજેથી કરંટ ઉતરવાના કારણે 3 પશુઓનું મોત થતાં પશુપાલકને રૂ. 21 હજારનું નુકશાન થયું છેજે બાબતે રાજપારડી પોલીસ મથકે પશુપાલક ચંપાબેન દેવીપૂજકે અરજી આપી સહાય-વળતરની માંગ કરી હતી.

Latest Stories