New Update
/connect-gujarat/media/media_files/2025/07/03/wkrsss-2025-07-03-15-04-34.jpg)
ભરૂચના જંબુસર સરદારપુરા ગામે આવેલી ખાનગી કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં એક કામદારનું મોત નિપજ્યું છે.
કંપનીમાં લોખંડના શેડનું કામ કરતા જમીન પર પટકાતા એક કામદારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. રેકમેન્ટ એલાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમા શેડનું કામ કરતી વેળા આ ઘટના બની હતી.ઘટનામાં શેડ પરથી પટકાતા દક્ષેશકુમાર સંજય પટેલ નામના કામદારનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાની સાથે જ જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.