ભરૂચ : આમોદ નજીક ભેંસ સાથે બાઇક અથડાતા 30 વર્ષીય ઇસમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું…

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા-ટંકારીયા ગામના 30 વર્ષીય યુવાનનું બાઇક આમોદ નજીક ભેંસ સાથે અથડાતા અકસ્માતમાં તેઓનું મોત નિપજ્યું હતું.

New Update
dead amod

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા-ટંકારીયા ગામના 30 વર્ષીય યુવાનનું બાઇક આમોદ નજીક ભેંસ સાથે અથડાતા અકસ્માતમાં તેઓનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા-ટંકારીયા ગામના 30 વર્ષીય કમલેશભાઈ ઠાકોરભાઈ પરમાર જેઓ ઘર માટેનો સામાન ખરીદવા બાઇક લઈને નીકળ્યા હતાત્યારે આમોદથી ઘરે પરત ફરતા માસીની આમલી પાસે વળાંક પર રોડ પાસે ભેંસનું ટોળું આવી જતા બાઇક ભેંસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકેબાઇક ભેંસ સાથે અથડાતા તેઓ દૂર સુધી ફંગોળાઈ જતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતાજ્યાંથી વધુ સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાજ્યાં હજાર તબીબ દ્વારા કમલેશ પરમારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે આમોદ પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories