New Update
ભરૂચ ન.પા.દ્વારા ગણેશ વિસર્જન માટેની તૈયારી
4 કુત્રિમ કુંડનું નિર્માણ કરાયું
ભક્તો કરી શકશે વિસર્જન
જળ પ્રદૂષણ નાથવા તંત્રના પ્રયાસો
5 ફૂટ સુધીની પ્રતિમાઓનું થઈ શકશે વિસર્જન
ભરૂચ નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ વર્ષે 4 સ્થળે કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે
દુંદાળા દેવ શ્રી ગણેશની આરાધનું પર્વ ગણેશ મહોત્સવ આગળ વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં નગર સેવા સદન દ્વારા 4 કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા શહેરના મોદીપાર્ક નજીક 2 જળકુંડ,મકતપુર સ્થિત નર્મદા દર્શન બંગલોઝથી નારાયણ હોસ્પિટલના પાછળ રોડ પર અને ઝાડેશ્વર વિસ્તારમાં ગાયત્રી મંદિર જવાના રોડની બાજુમાં કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે.નદીમાં થતા જળ પ્રદુષણને નાથવા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયુ છે જેમાં 5 ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થઈ શકશે. મોટી પ્રતિમાઓનું વિસર્જન ભાડભૂત ખાતે કરવાનું રહેશે.કુંડમાં વિસર્જિત પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.
Latest Stories