New Update
ભરૂચના આમોદનો બનાવ
આમોદ કબ્રસ્તાન નજીક બની ઘટના
4 કાગડાના રહસ્યમય રીતે મોત નિપજ્યા
ઝાડ પરથી કાગડા અચાનક જ નીચે પડ્યા
વન વિભાગ તપાસ કરે એવી માંગ
ભરૂચના આમોદના કબ્રસ્તાન નજીક ચાર કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા વન વિભાગ તપાસ કરે તેવી માંગ ઉઠી છે
પશુ પક્ષીઓના રહસ્યમય સંજોગોમાં મોત નિપજવાની અને ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી જ વધુ એક ઘટના ભરૂચના આમોદમાં પ્રકાશમાં આવી છે.આમોદના કબ્રસ્તાન નજીક ચાર કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા હતા. આમોદના સ્થાનિક રહીશ ઈમરાનભાઈ કબ્રસ્તાનમાં સાફ-સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર સામે ઝાડ પરથી ત્રણથી ચાર કાગડાની નીચે પડ્યા હતા. ઇમરાનભાઈએ તેના પર પાણી છાંટી તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે કાચબાઓના મોત નિપજ્યા હતા ત્યારે આ મામલે વન વિભાગ કાગડાના મોત કયા કારણથી નીપજ્યા છે તે અંગે તપાસ કરે એવી માંગ કરવામાં આવી છે
Latest Stories